મોરબીના બગથળા ગામે જન્માષ્ટમી પર્વની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઇ
મોરબી કલેકટર કચેરીમાં ચાલતો અંધેર વહીવટમાં સુધારવા માંગ
SHARE









મોરબી કલેકટર કચેરીમાં ચાલતો અંધેર વહીવટમાં સુધારવા માંગ
મોરબી જીલ્લામાં આવેલ જીલ્લા કલેકટરની કચેરીમાં પ્રજાના પ્રશ્નોની જાણે કે કોઈ ગંભીરતા જ ન હોય અને મનસ્વી રીતે વર્તીને પ્રશ્નોનું નિરાકરણ કરવાને બદલે કેમ ટલ્લે ચડે તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેના બે નમુનાના મુખ્યમંત્રીને આપીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ લોક હીતમાં અસરકારક પગલા લેવા માંગ કરેલ છે.
વધુમાં તેમણએ જણાવેલ છેકે આ બાબતે કસુરવાર કર્મચારી-અધિકારી સામે કાયદેસરના પગલા લઈને યોગ્ય કાર્યવાહી કરીને તેને યોગ્ય સજા કરવી જોઇએ. અગાઉ મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર પાઠવેલ હતો તેમાં ઝીઝુડા ગામે ક્ષારઅંકુશની ઓફીસની અન્ડરમાં આવતી સ્પ્રેડીંગ કેનાલ બાબતે યોગ્ય કરવા વિનંતી કરેલ અને તે પત્રની નકલ કલેકટર મોરબીને પણ પાઠવેલ હતી. જે પત્ર અન્વયે લગત વિભાગ એટલે કે ક્ષારઅંકુશને યોગ્ય કરવા પત્ર પાઠવવાને બદલે ઈરાદાપૂર્વક કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા વ્યવસ્થા બોર્ડને પત્ર પાઠવવામાં આવેલ છે. જે વિભાગને આ પ્રશ્ન સાથે કાઈ લાગેવળગે નહિ . તે વિભાગ ને અમારી અરજી શામાટે ? મોકલવામાં આવેલ છે. ? શું? આ બેદરકારી નથી? શું? આવું કામ કરનાર કર્મચારી-અધિકારી ને આવું કરવાની સુચના આપવામાં આવેલ હતી. શું? આવું કરવા બદલ આ કર્મચારી ? અધિકારી ને કોઈ નોટીસ પાઠવીને ખુલાશો પૂછવામાં આવેલ છે.? શું ? આવું કરનાર માટે કોઈ સજ્જા ની જોગવાઈ નથી ? તો માંગણી છે કે આ કર્મચારી ? અધિકારીને યોગ્ય નોટીસ પાઠવવામાં આવે આવા ગંભીર બેદરકારી ભર્યા કામ બદલ,તેમના ખાનગી અહેવાલમાં નોધ કરવામાં આવે અને તેની નોંધ તેમની સેવાપોથીમાં પણ કરવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ કર્મચારી-અધિકારી આવી ભૂલો ન કરે. તો આ બાબતે યોગ્ય કરવા તેમજ ગાળા, કેરાળા, હરીપર ગામના ખેડૂતોના પાકને નજીકની ફેક્ટરી દ્વારા થયેલ પોલ્યુસનના કારણે થયેલ નુકશાન બાબતે યોગ્ય કરવાને પત્ર પાઠવેલ હતો. જેની નકલ પણ મોરબીના કલેકટર મોરબી કરવા જણાવવામાં આવેલ છે.આ પ્રશ્ન કા.ઈ. સિંચાઈ ને લગત છે જ નહિ, તો પણ આ પત્ર તેને પાઠવીને આ પ્રશ્નને ટલ્લે ચડાવવા અને ખેડૂતોને હેરાન કરવાના બાદ ઈરાદા સાથે આવું કરવામાં આવેલ હોય તેવું લાગી રહ્યું છે. તો આવું જ કામ જો કલેકટર કચેરી દ્વારા કરવમાં આવતું હશે તો લોકો ના પ્રશ્નો નું શું ? થતું હશે ? ક્યારે નિકાલ થતો હશે ? તો આ બાબતે પણ લગત કર્મચારી? અધિકારીને યોગ્ય નોટીસ પાઠવીને ઉપર જણાવેલ મુજબ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી તેમજ ગુજરાત સરકાર દ્વારા લોકોને ન્યાય મળે તે માટે વારંવાર યોગ્ય અને વ્યાજબી પ્રશ્નો બાબતે રજુઆતો કરતા હોઈએ છીએ યોગ્ય પ્રત્યુતર પણ મળતા હોય છે. પરંતુ મોરબી જીલ્લા કલેકટરની ઓફીસ દ્વારા કરવામાં આવી રહેલ અણઘણ વહીવટ જોતા જયારે સ્થાનિક લોકોના પ્રશ્નો બાબતે મુથખ્યમંત્રીને ઉદેશીને લખાયેલ પત્ર હોય ત્યારે પણ આવી ઉદાસીનતા રાખવામાં આવી રહી છે. તે ગુજરાત સરકારના વહીવટ માટે ખુબજ ખરાબ બાબત ગણાય તો આ બાબતે અમે આપ સાહેબને વિનંતી કરીએ છીએ કે આ બાબતે કડક હાથે કામ લઈને યોગ્ય આદેશો કરીને કસુરવાર ને યોગ્ય નસીહત આપવા યોગ્ય કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ જણાવેલ છે.
