મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલ ખાતે હમારા ભારત-મેરા ભારત પ્રદર્શન યોજાયું


SHARE





મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલ ખાતે હમારા ભારત-મેરા ભારત પ્રદર્શન યોજાયું

દરેક બાળકની સુષુપ્ત શક્તિઓને ખીલવવા, યોગ્ય રસ્તે કેળવણી સાથે શિક્ષણ આપવા, ભણતરની સાથે ગણતર આપવા, સ્પર્ધાત્મક સમયમાં સ્પર્ધા સામે ટકી રહે આવા અનેક ઉમદા હેતુઓથી મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં વિશ્વમાં ભારતને ગર્વ અપાવે તેવી ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન “હમારા ભારત-મેરા ભારત” અને “બિઝનેસ ટાઈકુન એવોર્ડ- ૨૦૨૩”નું આયોજન કરેલ હતું જેમાં ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા આઇઆઈએમ, સ્ટેટ બેંક ઓફ ઈંડિયા, હાઉસીંગ ડેવલપમેન્ટ ફાઈનાંસિયલ કોર્પોરેશન, આરબીઆઇ, એસબીઆઇ, સેબી, અટલ ટનલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સર્વોચ્ચ અદાલત, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ, કેદારનાથ, સ્માર્ટ સીટી સહિતના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, વાણિજ્ય, અર્થશાસ્ત્ર વગેરે ક્ષેત્રોમાં પ્રોજેક્ટ તૈયાર કરીને પ્રેઝનટેસન આપ્યું હતું અને આ બિઝનેશ ટાઈકુનની મુલાકાત ૧૨ હજારથી વધુ લોકોએ લીધી હતી અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. અને તપોવન વિદ્યાસંકુલના પ્રમુખ જીતુભાઈ વડસોલા અને તપોવન પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ દરેક વાલીઓ અને આજુબાજુના ગામના લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો




Latest News