હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે બંધ ઉભેલા ટ્રક પાછળ ટ્રક અથડાતા અકસ્માત : ઇજા પામેલ યુવાન સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીના બાયપાસ રોડે બંધ ઉભેલા ટ્રક પાછળ ટ્રક અથડાતા અકસ્માત : ઇજા પામેલ યુવાન સારવારમાં ખસેડાયો

મોરબી રાજકોટ બાયપાસ રોડ ઉપર જુના સાદુળકા ગામની સીમમાં આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસે ઉભેલ ટ્રકની પાછળના ભાગમાં અન્ય ટ્રક ચાલકે પોતાનો ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યાં ઉભેલ ફરિયાદીને રસ્તા ઉપર પછાડી દીધો હતો જેથી કરીને તેને માથા અને મોઢા અને શરીરે ઈજાઓ થઈ હતી માટે તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ત્રિશુલ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો અને ત્યાં જ રહેતો અંસાર ઉસ્માનભાઈ પસ્વાર જાતે મુસ્લિમ (૧૮) એ ટ્રક નંબર જીજે ૧૨ ઝેડ ૦૭૩૬ ના ચાલક નરોત્તમભાઈ મોહનભાઈ પરમાર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ બાયપાસ રોડ ઉપર જૂના સાદુળકા ગામની સીમમાં આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન નજીક ટ્રક નંબર જીજે ૧૨ બીવાય ૨૨૯૮ ઉભો હતો જેને પાછળથી આરોપીએ પોતાના ટ્રકની ટક્કર મારી હતી ત્યારે ત્યાં ઉભેલ ફરિયાદીને પણ હડફેટે લીધો હતો અને રસ્તા ઉપર પછાડી દેતા માથા, મોઢા, પગ તેમજ ગળાના ભાગે યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપી નરોતમભાઈ મોહનભાઈ પરમાર (૪૫) રહે. કાર્ગો ગાંધીધામ કચ્છ મૂળ રહે જાબડીયા ગામ જીલ્લો બનાસકાંઠા વાળાની ધરપકડ કરેલ છે.

દેશીદારૂ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે અશ્વિનભાઈ ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા જાતે કોળી રહે. નવા સુંદરગઢ વાળાની વાડીની બાજુમાં સેઢા પાસેથી ખુલી જગ્યામાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જો કે, આરોપી હાજર મળી ન આવતા તેની સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.






Latest News