મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE











મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં યુવાનનું મોત નીપજયું હતું જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઈ દેવરાજભાઈ ફેફર (૪૩) મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસેથી બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા થવાથી કિશોરભાઈને પ્રાથમિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પી.આર. સોનારાને તપાસ સોંપવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરીને અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર વાહન ચાલક રૈયાભાઈ સરમણભાઈ કોડીયાતર જાતે રબારી (ઉમર ૫૯) રહે. દેગામ તા.જી. પોરબંદર વાળાની અટકાયત કરવામાં આવી હતી.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબી પંથકમાં ભારે માત્રામાં ખનીજ પરિવહન થાય છે અને જેમાં ખનીજ ચોરીનું પ્રમાણ પણ ખૂબ મોટું છે ત્યારે કામગીરી બતાવવા માટે સમયાંતરે સંલગ્ન વિભાગ દ્રારા વાહનો પકડવામાં આવતા હોય છે.દરમિયાનમાં મોરબી રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.કે.કણસાગરા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વાહન નંબર જીજે ૧૭ યુવી ૮૯૯૮ ના ડ્રાઇવર અરવિંદ ગોવરધન ફિસડિયા રહે.થાનગઢ સુરેન્દ્રનગર તેમજ જીજે ૧૨ બીડબલ્યુ ૯૪૫૨ ના ડ્રાઈવર નાગજી મકવાણાને દંડ વસૂલવા માટે મેમો આપીને વાહનો પોલીસ હવાલે કર્યા હતા. તેમજ ખાણ ખનીજ વિભાગના એમ.આર.ગોજીયા દ્વારા મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામ પાસેથી હાર્ડ મોરમ ભરેલ વાહન નંબર જીજે ૩૬ વી ૭૦૫૫ સાથે પાટડીયા કરશન પ્રભુભાઇ રહે.કોળીવાસ માળીયા મીંયાણા તથા જીવણ દેવજીભાઇ રહે.શક્તિનગર મોરબી વાળાને મેમો ફટકારી દંડ વસૂલવા અર્થે વાહન તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.






Latest News