મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળિયા હળવદ હાઇવે ઉપર ધુમ્મસના લીધે એકની પાછળ એક કુલ ૩૦ વાહન અથડાયા : કોઈ જાનહાનિ નહીં 


SHARE











માળિયા હળવદ હાઇવે ઉપર ધુમ્મસના લીધે એકની પાછળ એક કુલ ૩૦ વાહન અથડાયા : કોઈ જાનહાનિ નહીં 

મોરબી જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ કચ્છ હાઇવે એટલે કે માળિયા હળવદ હાઇવે ઉપર આજે વહેલી સવારે વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે એકની પાછળ એક વાહન અથડાતા અકસ્માતની વણજાર સર્જાય હતી અને હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણીયારી ટોલનાકા પાસે આજે વહેલી સવારના સમયે સમગ્ર જિલ્લાની અંદર જ્યારે ધુમ્મસ હતી ત્યારે વાહનો રસ્તા ઉપરથી પસાર થતા હોય તો વિઝન ક્લિયર ન હોવાના કારણે આગળ જતા વાહનો દેખાતા ન હતા જેથી ઘણા વાહન ચાલકોએ પોતાના વાહનોને અકસ્માત નિવારવા માટે રોડ સાઈડમાં થોડીવાર માટે ઊભા કરી દીધા હતા પરંતુ માળીયા હળવદ હાઇવે ઉપરથી આજે વહેલી સવારે પસાર થઈ રહેલા વાહન ચાલકોમાંથી ઘણા બધા વાહન ચાલકોના વાહનોના અકસ્માત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને અણીયારી ટોલનાકા પાસે એકની પાછળ એક વાહન ઘૂસી જતાં ડમ્પર, મેટાડોર, જુદી જુદી કાર આમ કુલ મળીને લગભગ ૩૦ જેટલા વાહનોનો અકસ્માત થયો છે જોકે સદનસીબે આ અકસ્માતના બનાવની અંદર કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માતના બનાવ બનેલ છે અને આ બનાવની તાત્કાલિક માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જાયેલા વાહનોને રોડ સાઈડમાં હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને તેની સાથોસાથ અકસ્માત ન થાય તેના માટે રોડનો ટ્રાફિક ક્લિયર કરવા માટેની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી તેવું વાહન ચાલકો પાસેથી જાણવા મળ્યું છે.

શહેર-જિલ્લામાં જાકડ વરસા જોવા મળી 

મોરબી શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળા દરમિયાન જાકડ વર્ષા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી હતી જોકે, છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં વહેલી સવારે ઝાકળ વરસા જોવા મળી રહી છે અને આજે વહેલી સવારે પણ જાકડ વરસા મોરબી શહેર અને જિલ્લામાં જોવા મળી હતી જેથી હાઇવે ઉપર ટ્રાફિક થોડો પ્રભાવિત થયો હતો અને અકસ્માતને નિવારવા માટે ઘણા વાહન ચાલકોએ પોતાના વાહનોને રોડ સાઈડમાં ઊભા રાખી દીધા હતા જો કે, આજે સવારે મોર્નિંગમાં નીકળેલા લોકો તેમજ વિદ્યાર્થીઓ સહિતના લોકોએ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો






Latest News