મોરબી રખડતા ઢોરને ડબ્બે પુરવા જાગૃત નાગરિક દ્વારા બેનર લગાવીને કરવામાં આવ્યો નવતર વિરોધ
SHARE
મોરબી રખડતા ઢોરને ડબ્બે પુરવા જાગૃત નાગરિક દ્વારા બેનર લગાવીને કરવામાં આવ્યો નવતર વિરોધ
મોરબીમાં રખડતા ઢોરને ડબ્બે પુરવાની વાતો કરવામાં આવી રહી છે જો કે, ઢોરને પકડવાની કામગીરી ગોકળ ગતિએ કરવામાં આવી રહી છે જેથી શહેરમાં ઠેરઠેર રખડતા ઢોર વધી ગયા છે ત્યારે રખડતા ઢોરના ત્રાસમાથી લોકોને મુક્તિ મળે તે માટે જાગૃત નાગરિક દ્વારા નવતર વિરોધ કરાયો હતો અને શહેરમાં રખડતા ઢોર ઉપર “અમારી પાસે ગમે ત્યાં બેસવાનું અને ફરવાનું લાયસન્સ છે” તેવા બેનરો મૂકીને આશ્ચર્યજનક વિરોધ કરવામાં આવ્યો હતો
મોરબી શહેરમાં રખડતા ઢોરના ત્રાસની સમસ્યા વધી રહી છે તેમ છતાં પણ રખડતા ઢોરને પકડવામાં આવતા નથી જેથી કરીને મુખ્ય માર્ગો ઉપરથી રખડતા ઢોરને પકડવા માટે નક્કર કામગીરી કરવામાં આવે તે હેતુ સાથે મોરબી પાલિકાને ફરજનું ભાન કરાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્ટરી કે.ડી. બાવરવા દ્વારા મોરબીના દસેક વિસ્તારમાં રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરની પીઠ ઉપર “અમારી પાસે ગમે ત્યાં બેસવાનું અને ફરવાનું લાયસન્સ છે” તેવા બેનેરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની સુખકરીને ધ્યાને રાખીને રખડતા ઢોરને પકડવા માટે કામ કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે