મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીકના ઘુંટુ ગામે દારૂનું વેચાણ-અડ્ડા બંધ ન થાય તો હવે જનતારેડ


SHARE





મોરબી નજીકના ઘુંટુ ગામે દારૂનું વેચાણ-અડ્ડા બંધ ન થાય તો હવે જનતારેડ

મોરબી નજીકના ઘુંટુ ગામમાં અને આસપાસના વિસ્તારમાં દેશી દારૂના વેચાણ બેફામ કરવામાં આવે છે જેથી કરીને વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા એસપીને લેખિત રજૂઆત કરી છે અને જો દેશી દારૂનું વેચાણ અને અડ્ડાઓ બંધ કરાવવા નહીં આવે તો ત્યાં જનતારેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હાલમાં એસપીને વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ઘુંટુ ગામમાં અને તેની આસપાસના વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. અને નશાખોરો શખ્સો દ્વારા ડિંગલ કરવામાં આવે છે જેથી કરીને મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે જેથી આ દારૂના દૂષણને ડામવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો દારૂનું વેચાણ અને અડાઓને બંધ કરવામાં નહીં આવે તો અગાઉ ગામના લોકોએ જનતા રેડ કરી હતી તેવી જ રીતે ફરી પછી જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી આપી છે




Latest News