મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની સમગ્ર યુનિવર્સીટીમાં દ્વિત્ય ક્રમે ઉતીર્ણ


SHARE





મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની સમગ્ર યુનિવર્સીટીમાં દ્વિત્ય ક્રમે ઉતીર્ણ

મોરબીમાં અનુસ્નાતક કક્ષાએ શ્રેષ્ઠ પર્યાય ગણાતી પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ M.Com Sem-3 ના પરિણામમાં સમગ્ર યુનીવર્સીટીમાં મોરબીનું અનેપી.જી.પટેલ કોલેજનું ગૌરવ વધાર્યું છે. અનુભવી નિષ્ણાતો દ્વારા શિક્ષણ અને સચોટ માર્ગદર્શન થકી કઈ રીતે સફળતાના શિખરો સર કરી શકાય તે સાબિત કરી બતાવ્યું છે. મોરબીની પી.જી. પટેલ કોલેજની વિધાર્થીનીઓ જાકાસણીયા બંસી અમૃતલાલએ સમગ્ર યુનીવર્સીટીમાં દ્વિત્ય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જયારે ધાન્જા હેતલ દિલીપભાઈ એ સમગ્ર યુનીવર્સીટીમાં છઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીનીઓની આ અદભુત સિદ્ધી બદલ કોલેજના પ્રમુખશ્રી દેવકરણ ભાઈ  તથા આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા બંને વિધાર્થીનીઓને ખુબ ખુબ અભિનંદનપાઠવામાં આવ્યા હતા.




Latest News