ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પોકસો કેસના આરોપી હનીફ કાદરભાઈ જામનો નીર્દોષ છૂટકારો


SHARE





મોરબીમાં પોકસો કેસના આરોપી હનીફ કાદરભાઈ જામનો નીર્દોષ છૂટકારો

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને તા. ૦૯/૦૬/૨૦૧૬ના રોજ પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદને આરોપીએ ફરીયાદીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બે મહીના પહેલા બદકામ કરી તથા ૧૫ દીવસ પહેલા ફરીયાદીને તેના ઘરેથી અપહરણ કરી લઈ જઈ અને ઘરે મુકી ગયેલ છે તેવું લખાવ્યું હતું જેથી આરોપી સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, તથા પોકસો અધી. ૨૦૧૨ ની કલમ ૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ હતી

આ અંગેનો કશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલો હતો અને આરોપી વતી મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા આ કામે ફરીયાદી પક્ષે ફરીવાદી તથા અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આ કાર્ય ફરીયાદ પક્ષે ફરીવાદી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ફરીયાદીના સગાઓને તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક ફરિયાદી પક્ષના કેસો કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામના આરોપીએ આ કામના ફરીવાદીને કાયદેસરના વાલીપણામાથી લઈ જઈને ફરીયાદી સગીર વયની હોવાનું જાણવા છતા આરોપીએ ફરીયાદી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરેલ હોવાનું ફરિયાદી પક્ષે સાબીત કરેલ નથી તેમજ ફરીયાદ પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવા જોઇએ જે કરી શકેલ નથી. જેથી બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની દલીલો માની નામદાર કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના એડવોકેટ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા રોકાયેલ હતા.




Latest News