મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે વાડી વિસ્તારમાં આધેડને બે શખ્સોએ માર માર્યો


SHARE





હળવદના ટીકર ગામે વાડી વિસ્તારમાં આધેડને બે શખ્સોએ માર માર્યો


હળવદ તાલુકાનાં મિયાણી ગામે રહેતા આધેડને બે શખ્સોએ ટીકર ગામ પાસે આવેલ વાડી વિસ્તારમાં ધોકા વડે અને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવાર માટે ખસેડાયા હતા અને  સારવાર લીધા પછી તેને બંને શખ્સો વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મીયાણી ગામે રહેતા હરખાભાઈ હરજીભાઇ ઝીંઝુવાડીયા (૫૦) એ મિયાણી ગામે રહેતા અક્ષયભાઈ ચતુરભાઈ સાતોલા અને રવિભાઈ રઘુભાઈ મકવાણા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૮/૨ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સમયે આરોપી અક્ષયે લાકડાના ધોકાથી માથા અને શરીરે માર માર્યો હતો અને રવિએ ઢીકાપાટુનો માર્યો હતો જેથી કરીને તેને ઇજા થયેલ હોવાથી સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ તેને બંને શખ્સોની સામે માર માર્યો હોવાની અને ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે બનનાર આધેડની ફરિયાદ આધારે ગુનો નોંધીને હાલમાં બંને આરોપીઓને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News