મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું


SHARE





મોરબીના કુલીનગરમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું


મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૧ માં રહેતા ઈકબાલભાઈ જામની દીકરી સાયનાબેન (૧૯) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક તેના પરિવારજનો મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા જો કે, ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરી હતી અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવામાં નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

હાર્ટ એટેકથી મોત

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આવેલ સ્ટાર પોલિપેક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં અને ત્યાં ઓરડીમાં રહેતા ખૂંદુ મહાનંદુ પાટીલ (૩૭) નામનો યુવાન તેની ઓરડીમાં હતો ત્યારે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં તેને હાર્ટ અટેક આવતા તેને તાત્કાલિક કારખાનેદાર નિરવભાઈ રમેશભાઈ ભાગીયા ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News