મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘક્કાવાળી મેલડી મંદિર દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સંપન્ન


SHARE





મોરબીમાં ઘક્કાવાળી મેલડી મંદિર દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સંપન્ન

મોરબી પંથકમાં આસ્થા શ્રધ્ધાના પ્રતીક સમા ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠો સર્વજ્ઞાતિ  સમૂહ લગ્ન સમારોહ મોરબીના નવલખી રોડ પર મિલન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં ૧૧ યુગલો લગ્નગ્રંથિમાં જોડાયા હતા અને દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદી દાગીનાથી માંડી ગૃહ ઉપયોગી તમામ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ સમૂહલગ્નનો તમામ ખર્ચ ધક્કાવાળી મેલડી મંદિર તરફથી કરવામાં આવેલ સમુહ લગ્નની શાસ્ત્રોક્ત વિધિ હિરેનભાઈ પી. પંડ્યા તરફથી કરવામાં આવી હતી આ સમૂહલગ્નમાં ગરીબ જરૂરિયાતમંદ અને મા-બાપ વગરની દીકરીઓને પસંદગી આપવામાં આવી હતી અને આયોજકોએ સાતમાં સમૂહલગ્નમાં ૨૧ દીકરીઓના સમૂહલગ્ન કરવાની જાહેરાત કરાઈ હતી આ સમૂહલગ્નનો લાભ વધુને વધુ જરૂરીયાતમંદ પરિવાર લે તેવા અનુરોધ કરાયો હતો ઉલ્લેખનીય છે કે, ધક્કાવાળી મેલડી મંદિર તરફથી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરાય છે આ સમુહલગ્નને સફળ બનાવવા માટે વિનુભાઈ ડાંગર, રઘુભા ઝાલા, ધનુભા જાડેજા, શૈલેષ જાની, ભાવેશ મહેતા, રમેશ પટેલ, ધીરુભા જાડેજા, દિલીપ સોલંકી, મહેશ અનડકડએ જહેમત ઉઠાવી હતી




Latest News