મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબી સહિત રાજયમાં ૩૧મી માર્ચ પછી મા અને મા વાત્સલ્ય કાર્ડનો ઉપયોગ બંધ: સત્વરે કન્વર્ટ કરવાની તાકીદ


SHARE







 

મોરબી સહિત રાજયમાં ૩૧મી માર્ચ પછી મા અને મા વાત્સલ્ય કાર્ડનો ઉપયોગ બંધ: સત્વરે કન્વર્ટ કરવાની તાકીદ

સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. આ તમામ યોજનાનું આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં સરકાર દ્રારા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી અગાઉ જે પરિવારો મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ યોજનામાં સમાવિષ્ટ છે તે તમામ કાર્ડ ધારકોએ ફેમીલીકાર્ડને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં કન્વર્ટ કરાવવાના રહે છે.

મોરબી જિલ્લાના મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજનાના આવા કાર્ડ ધારકોને જણાવવાનું કે, તા.૩૧/૩ પછી મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ઉપયોગમાં લઇ શકાશે નહિ. આથી આવા તમામ પરિવારોને કાર્ડ કન્વર્ટ કરાવવા આથી અપીલ કરવામાં આવે છે. આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA)માં પરિવારના રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે તો આ મુજબ મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ધરાવતા પરિવારોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA)મા કન્વર્ટ કરાવી પરિવારના તમામ સભ્યોના વ્યક્તિગત (PMJAY-MA) કાર્ડ કરાવવાના રહેશે.

આ કાર્યવાહી માટે પરિવારે પોતાનું જુનું મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના કે મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ, તેમજ રેશનકાર્ડ, રેશનકાર્ડમાં નામ મુજબના તમામ સભ્યોના આધારકાર્ડ, આવકનો દાખલો (પરિવારની વાર્ષિક આવક  ૪ (ચાર) લાખ કરતા ઓછી હોવી જોઈએ તેમજ સીનીયર સિટીઝન માટે વાર્ષિક ૬ (છ) લાખથી ઓછી આવક હોવી જોઈએ) વગેરે જરૂરી સાધનિક આધારો સાથે સરકાર માન્ય પ્રાઇવેટ એમ્પેનલ હોસ્પિટલ્સ સહિતના કેન્દ્રો ખાતે કન્વર્ટ કરાવવાની કાર્યવાહી કરવાની રહે છે. મોરબી જિલ્લામાં આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ, સમર્પણ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ તેમજ ડીસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ અને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના VCE પાસે જઈ આયુષ્માન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA)માં કન્વર્ટ કરાવી પરિવારના તમામ સભ્યોના વ્યક્તિગત (PMJAY-MA) કાર્ડ કઢાવી શકાશે. આ મુજબ કાર્ડ કન્વર્ટની કામગીરી કરાવવા તેમજ મોરબી જિલ્લાના આયુષ્માન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA)માં યોગ્યતા ધરાવતા અન્ય પરિવારોએ પણ સમયસર નવા કાર્ડ કઢાવી લેવા મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા જે. દવે દ્વારા તમામ લોકોને અપીલ કરી છે.






Latest News