મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક સ્કુટી સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE





મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક સ્કુટી સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીના સામાકાંઠે આવેલા માળિયા ફાટકથી માળિયા હાઇવે ઉપર બે માસ અગાઉ વૃદ્ધ સ્ફૂટી લઈને જતાં હતા ત્યારે સ્કૂટી સ્લીપ થઈ ગયું હતું જેથી મોરબીથી તેને અમદાવાદ સુધી સારવારમાં લઈને ગયા હતા ત્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું છે.

મોરબી સીટી ડી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા ફાટક પાસે માળિયા હાઇવે ઉપર ગત તા. ૭/૧/૨૩ ના સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સુરેશભાઈ હીરાલાલ ઝાલા (૬૨) રહે. મોચી શેરી વાળા જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું સ્કુટી સ્લીપ થઈ ગયું હતું જેથી તેને ઇજા થયેલ હતી માટે સુરેશભાઈ ઝાલાને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને બાદમાં અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં મોત નીપજયું છે જેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી છે.

નુકસાનીની ફરિયાદ

મોરબીના સામાકાંઠે માળિયા ફાટકની પાસે થોડા દિવસો પહેલા ઓવરબ્રિજ નીચેથી પસાર થતું ટ્રક કન્ટેનરમાંથી કન્ટેનર નીચે પડી ગયું હતું જેથી કરીને તેમાં ભરેલ ટાઇલ્સમાં નુકસાની થઈ હતી જે સંદર્ભે અમિતભાઈ અનિલકુમાર પાંડે (૩૪) રહે. મેઘપર બોરીચી આદિપુર કચ્છ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસમાં જાહેરાત કર્યું હતું કે, તેઓના હવાલા વાળો ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ બિઝેડ ૪૦૧૧ ટ્રક તેઓનો ડ્રાઇવર રોડસિંગ ભવરસિંગ રાવત રહે. રામગઢ થાણી દીપાવાસ રાયપુર પાલી રાજસ્થાન વાળો ચલાવતો હતો ત્યારે તે પનારા સીરામીક પ્રાઇવેટ લિમિટેડ હળવદ રોડ ખાતેથી ટાઇલ્સ ભરીને તે ટાઇલ્સ કન્ટેનર મારફતે મુન્દ્રા કચ્છ તરફ લઈ જવાનું હતું દરમ્યાનમાં મોરબીના સામાકાંઠે માળિયા ફાટકે ઓવરબ્રિજ નીચેથી પસાર થતા સમયે કન્ટેનર નીચે પડતાં તેમાં ભરેલ માલમાં નુકસાની થઈ હતી હાલ આ બનાવની આગળની તપાસ અશોકભાઈ સારદીયા કરી રહ્યા છે.




Latest News