મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં વિશ્વ મહિલા દિવસે મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE





મોરબીની નીલકંઠ સ્કૂલમાં વિશ્વ મહિલા દિવસે મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો

૮ માર્ચને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાઇ છે ત્યારે મોરબીની નીલકંઠ સ્કૂલમાં અનોખી રીતે તેની ઉજવણી કરવામાં આવી હતી. અને ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટ અને ગુજરાત માટે ગર્વ કહી શકાય તેવા મહિલા ભૂમિકાબેન ભૂત કે જેઓ ગિરનાર પર્વત આરોહણ માટે પ્રખ્યાત છે અને અલગ અલગ સ્પર્ધામાં તેમણે ૨૬ જેટલા ગોલ્ડ મેડલ મેળવેલા છે. તેમણે ૮ માં નંબરનું માઉન્ટ મનાસ્લુનું આરોહણ કર્યું છે. અને પોતે હૈયુંહામ અને હિમાલય નામના પુસ્તકના લેખક પણ છે. તેમનું નીલકંઠ સ્કૂલ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના શોભનાબા ઝાલાનયનાબેન બારામયુરીબેન કોટેચા અને પૂનમબેન હિરાણી પણ ત્યારે હાજર રહ્યા હતા અને તેઓએ પણ વિદ્યાર્થીનીઓને જીવનમાં સફળ થવા માટે ખુબ જ જરૂરી માહિતી આપી હતી તેમજ આ શાળાની ધો ૬ થી ૧૧ ની વિદ્યાર્થીનીઓ દ્વારા મહિલા દિવસ નિમિતે ભારતની સફળ સ્ત્રીઓના જીવન પર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા અને સુંદર પ્રોજેક્ટ બનાવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ આપી સન્માનીત કરવામાં આવી હતી ત્યારે નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીઓ નવનીતભાઈ કાસુન્દ્રા અને જીતુભાઈ વડસોલા સહિતના હાજર રહ્યા હતા




Latest News