મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરા-દીકરીના ભેદભાવ રહિત સમાજના નિર્માણ માટે સિગ્નેચર કેમ્પેન


SHARE





મોરબીમાં દીકરા-દીકરીના ભેદભાવ રહિત સમાજના નિર્માણ માટે સિગ્નેચર કેમ્પેન

મોરબી ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિશોરીઓને તેમના હક જેવા કે, શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય, દીકરા અને દીકરીના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશું જેવા મત અંતર્ગત વિવિધ અધિકારીઓ અને કિશોરીઓએ શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા એક સિગ્નેચર બોર્ડ પણ મુકવામાં આવ્યું હતું. જેના પર અધિકારીઓ અને કર્મચારી સહિતના ઉપસ્થિતોએ હસ્તાક્ષર કર્યા હતા.અને સરકાર દ્વારા આ વર્ષને મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મિલેટમાં બાજરી, જુવાર, રાગી વગેરે જેવા ધાન્યોનો સમાવેશ થાય છે. જેથી કિશોરી મેળામાં મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. જેવી કે સુખડી, ફાડા લાપસી, ફણગાવેલા મગ, ભાત, શક્કરપારા, પુરી વગેરેનો સમાવેશ થાય છે તેમજ  કિશોરીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ અદ્ભુત કલાકૃતીઓ બનાવવામાં આવી હતી. જેમાં નારિયેળનાં છોતરાં, ઉન, કાગળ, ચાનાં કપ, આર્ટિફિશિયલ ફુલ વગેરે જેવી બિનઉપિયોગી વસ્તુઓનો ઉપયોગ કરીને જુદીજુદી વસ્તુઓ બનાવવામાં આવી હતી

મોરબીમાં માનસી નળિયાપરાનું વિશેષ સન્માન

દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બની દરેક ક્ષેત્રે નામના મેળવે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે રમત-ગમત હોય કે સરકારી નોકરી કે પત્રકારત્વ દરેક ક્ષેત્રે મહિલાઓએ કાંઠુ કાઢ્યું છે. તાજેતરમાં જ મોરબી ખાતે યોજાયેલા કિશોરી મેળામાં મોરબી માહિતી કચેરી ખાતે ફેલો તરીકે કાર્યરત માનસી નળિયાપરાનું કિશોરીઓ અને મહિલાઓ માટે એક આદર્શ તરીકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

 




Latest News