હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુટુ રોડે ૨૮૬ બોટલ દારૂ-૧૨૭ બિયરના ટીન સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીના જુના ઘુટુ રોડે ૨૮૬ બોટલ દારૂ-૧૨૭ બિયરના ટીન સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ દિવ્ય ગોલ્ડ સીરામીક તથા સિલ્વર પાર્ક સોસાયટીની પાછળના ભાગમાં બાવળની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની મોટી ૨૮૬ બોટલ તથા ૧૨૭ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦૪૦૪૦ ની કિંમતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ દિવ્ય ગોલ્ડ સીરામીક અને સિલ્વર પાર્ક સોસાયટીની પાછળના ભાગમાં આવેલ બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ મળીને ૨૮૬ બોટલો મળી આવી હતી તેમજ બિયરના ૧૨૭ ટિન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયરની કુલ મળીને ૪૧૩ બોટલો કબજે કરી હતી અને ૧૦૪૦૪૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી રવિભાઈ રમેશભાઈ વિંઝવાડીયા જાતે કોળી (૨૯) રહે જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દેવેન્દ્રસિંહ ઉર્ફે બબુ ઝાલા રહે. જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News