મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારાની સેવક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાજસ્થાન મોકલાયેલ ખોળની ૭૩૦ બોરી ચાઉ !: ૧૦.૫૨ લાખની છેતરપિંડી


SHARE















ટંકારાની સેવક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાજસ્થાન મોકલાયેલ ખોળની ૭૩૦ બોરી ચાઉ !: ૧૦.૫૨ લાખની છેતરપિંડી

ટંકારા નજીક આવેલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી કપાસિયા ખોળની ૭૩૦ બોરીઓ ટ્રકમાં ભરીને રાજસ્થાન મોકલાવવામાં આવી હતી જોકે જે ટ્રકમાં માલ ભરીને મોકલવામાં આવ્યો હતો તે માલ પાર્ટી સુધી પહોંચાડવામાં આવ્યો નથી જેથી કરીને ભોગ બનેલા કારખાનેદાર દ્વારા ટ્રકના ચાલકની સામે ૧૦,૫૨,૫૬૭ રૂપિયાના માલની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈકોન રેસિડેન્સીમાં રહેતા અતુલભાઇ બાબુભાઈ કોટડીયા જાતે પટેલ (૩૨) એ હાલમાં ટ્રક નં આરજે ૧૪ જીજી ૯૦૯૦ ના ચાલક દિનેશ ગણેશરામ બાંગરા રહે હીરાસણી રાજસ્થાન વાળાની સામે છેતરપિંડી, ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૨/૩/૨૦૨૩ ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યાની આસપાસ તેઓના ટંકારા પાસે આવેલ સેવક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની કારખાનામાંથી કપાસિયા ખોળની ૭૩૦ બોરી જેનું વજન ૩૫૦૪૦ કિલો ટ્રકમાં ભરીને રાજસ્થાન શ્રી ભગવતી ટ્રેડર્સ ભાદરા જીલ્લો હનુમાનગઢ રાજસ્થાન ખાતે પહોંચાડવા માટે રવાના કરવામાં આવી હતી જોકે, ચાર દિવસે જે માલ પહોચી જવો જોઈએ તે હજુ સુધી ત્યાં પહોંચ્યો ન હોવાથી ૧૦,૫૨,૫૬૭ રૂપિયાના માલની છેતરપિંડી, ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવા અંગેની હાલમાં કારખાનેદાર દ્વારા ટ્રકના ડ્રાઇવર સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૪૦૮ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News