મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બાગાયતદાર ખેડુતો સહાયલક્ષી યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે


SHARE













મોરબી જિલ્લાના બાગાયતદાર ખેડુતો સહાયલક્ષી યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે

સરકારના બાગાયત ખાતાની જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ, કાચા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર, ઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટ, દેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ, નેટ હાઉસ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલીત બાગાયત મશીનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ વગેરે ખેડુતો માટે ઉપલબ્ધ યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૫/૦૯/૨૦૨૧ થી તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધી તેમજ પ્રોજેક્ટ બેઝ તેમજ બહુવર્ષાયુ ફળઝાડના ઘટકો માટે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવે છે.

બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી  અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭ - તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે રજૂ કરવા  નાયબ બાગાયત નિયામકશ્રી મોરબી દ્વારા જણાવવામાં આવે છે.      




Latest News