નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મોરબી જિલ્લામાં વેક્સીનેશનનું મહા અભિયાન
મોરબી જિલ્લાકક્ષાનો યુવા ઉત્સવ ૧૯મીએ નવયુગ સંકુલમાં યોજાશે
SHARE
મોરબી જિલ્લાકક્ષાનો યુવા ઉત્સવ ૧૯મીએ નવયુગ સંકુલમાં યોજાશે
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત, કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા યુવા ઉત્સવ તા.૧૯/૦૯ ના રોજ યોજાશે.
આ સ્પર્ધામાં વકતૃત્વ, નિબંધ, કાવ્યલેખન, ગઝલ-શાયરી લેખન, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, ભજન, સમૂહગીત, લોકવાદ્ય, લોકવાર્તા, એકપાત્રીય અભિનય, પાદ્પૂર્તિ દુહા-છંદ-ચોપાઈ એમ કુલ ૧૫ સ્પર્ધાનું આયોજન તમામ તાલુકા કક્ષાએ થયેલ હતું. મોરબી જિલ્લાના તમામ (પાંચ) તાલુકાના તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકોને તા.૧૯/૦૯ ના રોજ નવયુગ સંકુલ, ‘બા’ની વાડીની બાજુમાં, મોરબી-રાજકોટ હાઇવે, વીરપર, તા. ટંકારા, જી. મોરબી ખાતે સવારે ૮.૦૦ કલાકે હાજર રહી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.