મોરબીવાસીઑ તંત્રની બેદરકારીના લીધે રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહીત પ્રાથમિક સુવિધાથી વંચિત !
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1631799987.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીવાસીઑ તંત્રની બેદરકારીના લીધે રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહીત પ્રાથમિક સુવિધાથી વંચિત !
મોરબીના સામાકાંઠે વોર્ડ નં-૪ તથા બૌધ્ધનગર સોસાયટી તરફ નજરબાગ રેલ્વે સ્ટેશનથી જવાનો રસ્તો લગભગ પુરા ચોમાસાથી ખરાબ છે જેથી કરીને લોકો તકલીફ ભોગવી રહ્યા છે. ત્યારે વોર્ડ નં -૪ ના ગાંધી સૌસાયટી તથા બૌધ્ધનગર સોસાયટીના વિસ્તારના લોકો રસ્તામાં ભરાઈ રહેલ પાણીથી સ્કુલે જવા માટે બાળકો ચાલી પણ શક્તા નથી અને મહિલાઓ કે પુરુષો પણ આ રસ્તા ઉપરથી ચાલી ન શકે તેવી કફોડી હાલતમાં છે
આ મુદે તંત્ર વાહકો તેમજ કાઉન્સીલર તથા ભડિયાદના સરપંચને ફોન કરીને રજૂઆત કરવામાં આવી છે તો પણ માત્ર મીઠા જવાબ સિવાય અને કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી લોકો હેરાન થાય છે ત્યારે બસપાના જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ ટૂંડિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ગાંધી સોસાયટી વોર્ડ નં.૪ ના રોડ જે નગરપાલીકા દ્વારા આરસીસી રોડ પાસ થઈ ગયેલ છે અને તેનું ખાત મુહર્ત પણ થઈ ગયેલ છે પણ સાત મહિના થઈ ગયા છે તો પણ તંત્ર દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું નથી જેથી લોકો ચોમાસામાં હેરાન થઈ રહયા છે ત્યારે તાત્કાલીકના ધોરણે રસ્તામાં થઈ ગયેલ મોટા ગાબડાનું પુરાણ કરવામાં આવે અને વહેલી તકે જો આ રોડનું કામ નહી કરવામાં આવે તો કલેક્ટર કચેરીએ ગાંધી સોસાયટી તથા બૌધ્ધનગરના તમામ રહિશો ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી બસપાના આગેવાન અશ્વિનભાઈ ટુંડીયા સહિતના લોકોએ ઉચ્ચારી છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)