મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને બાઇક ચાલકે હડફેટે લેતા સારવારમાં


SHARE

















મોરબીના રંગપર ગામ પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને બાઇક ચાલકે હડફેટે લેતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામના રહેવાસી બધીબેન ખીમાભાઈ સાગઠીયા નામની ૬૧ વર્ષીય વૃદ્ધા ઘર નજીક રાણીવાળા કુવા પાસેથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા બધીબેનને ઇજાઓ થતા અહીંની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.જેથી બીટ જમાદાર આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધાપાર્ક વિસ્તારમાં રહેતા વિનાયકભાઈ કાંતિલાલ બારૈયા નામના ૬૨ વર્ષીય આધેડને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા વિનાયકભાઈ બારૈયાને અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જેથી બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજા એ આગળની તપાસ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં બે ને ઈજા

મોરબી તાલુકાના રામગઢ (કોયલી) ગામે રહેતો મહેશ બાબુભાઈ પંચાલ નામનો યુવાન વાહનમાં જતો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજાઓ થતાં મહેશ પંચાલને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. જયારે હળવદ તાલુકાના મયુરનગર ગામનો રહેવાસી અજય ગોવિંદભાઈ મૈયડ નામનો ૨૦ વર્ષીય યુવાન બાઇક લઇને વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકની આડી ગાય ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા અજય મૈયડને પણ અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લવાયો હતો.

બાળક-યુવાન સારવારમાં

મોરબી તાલુકાના જેતપુર (મચ્છુ) ગામ નજીક આવેલ સિમેન્ટના ગડદા બનાવવાના કારખાનામાં મશીનમાં પગ આવી જવાથી જગદીશ હવસિંગ ભાંભોર નામના ૧૫ વર્ષીય સગીરવયના આદીવાસી બાળકને ઇજાઓ થવાથી તેને સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં રહેતા પિન્ટુભાઈ કાળુભાઈ ઉંડીયા નામના ૨૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.




Latest News