મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે કારખાનાની છત ઉપરથી નીચે પડતાં શ્રમિક યુવાનનું મોત


SHARE















મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે કારખાનાની છત ઉપરથી નીચે પડતાં શ્રમિક યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસે કારખાનાની છત ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ બાદરગઢ ગામના પાટીયા પાસે નેકસ્ટો માઈક્રોન નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરીકામ કરતો દાનાભાઈ વીરાભાઇ ચેતરીયા (૩૮) નામનો યુવાન કારખાનાની છત ઉપરથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા જેતુનબેન ગુલામશબ્બીર માલાણી (૪૫) નામની મહિલાને માર મારવામાં આવ્યો હોવાથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવામાં ઇજા પામેલ મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવવાની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે  આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહિલાને તેના મોટા બાપુના ઘરે મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે લઈને આવ્યા છે આ બનાવની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના વજેપર વિસ્તાર પાસે આવેલ મેઘાણીની વાડીમાં તેજસ પ્રભુભાઈ ચાવડા (૧૧) નામનો બાળક રમતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતો બનાવ બનેલ હતો અને તેમાં તેજસ ચાવડાને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News