હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા વાંકાનેરના ચંદ્રપુર પાસે રોડ સાઈડની જાળીમાં બાઇક અથડાતાં યુવાનનું મોત હળવદના સુખપર નજીક ટ્રેક્ટરની પાછળના ભાગમાં બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબી નજીક કારખાના ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: ટંકારાના ઓટાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારામાં પાણીના ટાંકા નજીકથી દારૂની સાત બોટલ સાથે એક શખ્સ પકડાયો


SHARE









ટંકારામાં પાણીના ટાંકા નજીકથી દારૂની સાત બોટલ સાથે એક શખ્સ પકડાયો

ટંકારા નજીક ડેમી નદીના કાંઠે પાણીની ટાંકી પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સાત બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા નજીક ડેમી નદીના કાંઠે પાણીના ટાંકા પાછળ સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી વિદેશી દારૂની સાત બોટલો મળી આવ્યું હોય પોલીસે ૨૬૨૫ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને દારૂની બોટલો સાથે રાહુલભાઈ ઉર્ફે રવિ રઘુભાઈ ઝાપડા જાતે ભરવાડ (૨૨) રહે. દેરીનાકા ભરવાડ વાસ ટંકારા વાળાની ધરપકડ કરેલ છે. આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

દારૂ ભરેલ રીક્ષા સાથે બે ઝડપાયા

ટંકારા તાલુકાના સાવડી તરફથી નેકનામ જતા રસ્તા ઉપર આવતા શક્તિનગર ગામ પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે ૮ એટી ૬૮૫૨ પસાર થઈ હતી તે રીક્ષાને પોલીસે રોકીને ચેક કરી હતી ત્યારે તેમાંથી ૫૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા એક હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા ૭૦ હજાર રૂપિયાની કિંમતની રિક્ષાસઆમ કુલ ૭૧ હજાર રૂપિયાની કિંમતના મુદ્દા માલ સાથે રવિ સુરેશભાઈ બાંભણીયા (૨૨) અને વિપુલભાઈ વિનુભાઈ પટેલ (૧૯) રહે ઘંટેશ્વર રાજકોટ વાળા ની ધરપકડ કરેલ છે આ બંને શખ્સો દેશી દારૂનો જથ્થો રિક્ષામાં ક્યાંથી ભરી આવ્યા હતા અને કોને આપવા માટે જતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

દેશી દારૂની ભઠ્ઠી

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં સ્થળ ઉપર રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૬૦૦લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૨૦૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી ગણેશભાઈ બચુભાઈ કોળી તથા બળદેવભાઈ બાબુભાઈ કોળી રહે. બંને નવા સુંદરગઢ વાળાની હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરી છે






Latest News