મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીની રૂષભ સોસાયટીમાં અભિ પેલેસમાં ક્રિકેટ સટ્ટો રમતા ૯ શખ્સો ૪ લેપટોપ અને ૧૭ મોબાઇલ સાથે ઝડપાયા: બેની શોધખોળ


SHARE









મોરબીની રૂષભ સોસાયટીમાં અભિ પેલેસમાં ક્રિકેટ સટ્ટો રમતા ૯ શખ્સો ૪ લેપટોપ અને ૧૭ મોબાઇલ સાથે ઝડપાયા: બેની શોધખોળ

મોરબીમાં સામાકાંઠે આવેલ રૂષભ સોસાયટીના ગેઈટ પાસે અભિ પેલેસ બીલ્ડીંગ ક્રિકે઼ સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસે આરોપીના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા નવ શખ્સ મળી આવતા મોરબી સીટી બી ડીવીજન પોલીસે ૨.૬૦ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે અને અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રૂષભ સોસાયટીના ગેઈટ પાસે અભિ પેલેસ બીલ્ડીંગમાં આરોપી અજયભાઇ કરશનભાઇ બાકુના રહેણાંક ફ્લેટમાં અજયભાઇ, જય લલિતભાઈ અધેરા તથા મિત જયેશભાઇ કાલરીયાએ મળી નવ ઈસમોને કામે રાખી લેપટોપ, મોબાઇલ ફોનથી આઇ.પી.એલ.માં ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હિ કેપીટલ વચ્ચે ચાલતી ક્રિક્રેટ મેચમાં TIGER EXCHANGE.COM, GO EXCHANGE.COM, INDIA KHEL.COM, KING EXCHANGE.COM, VIP EXCHANGE.COM, નામના ડોમીનમાં આરોપીઓની I2RAJA13, INDIANVIP2 વાળી આઇ.ડી.માં જુદી જુદી રમતો ક્રિક્રેટ, હોકી, ફુટબોલ વિગેરેમાં આઇ.ડી.ઓ બનાવી હતી અને તેમાં જુદાજુદા ગ્રાહકો સાથે આઇ.પી.એલ. માં ચાલતી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન મોબાઇલ ફોનથી રન ફેરના તથા મેચની હારજીતનો જુગાર રમતા મળી આવેલ હતા 

હાલમાં પોલીસે આરોપી અજયભાઇ કરશનભાઇ બાકુ, વિક્રમભાઇ નાનજીભાઇ જોષી, નિકુલભાઇ ભુરાભાઇ આશલ, મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી, મુકેશભાઇ ભાવાભાઇ ચીભડીયા, હસમુખભાઇ શિવરામભાઇ આશલ, નવીનભાઇ ગંગારામભાઇ જોષી, અશોકભાઇ ભુરાભાઇ જોષી, પ્રવિણકુમાર રાણાભાઇ ગામોટ રહે. બધાં અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે ચાર લેપટોપ તથા મોબાઇલ ફોન નંગ -૧૭ તથા રોકડા રૂપિયા મળી કુલ ૨,૬૦,૪૭૦ ના મુદ્દામાલને કબજે કરેલ છે અને જય લલિતભાઈ અધેરા રહે. મોરબી તથા મિત જયેશભાઇ કાલરીયા રહે. રાજકોટ વાળા હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરેલ છે 






Latest News