મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઝઘડાનો ખાર રાખીને યુવાન સામે બંધુક ટાંકીને હવામાં ત્રણ ફાયરિંગ: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









વાંકાનેરમાં ઝઘડાનો ખાર રાખીને યુવાન સામે બંધુક ટાંકીને હવામાં ત્રણ ફાયરિંગ: જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરમાં જુના જકાતનાકા પાસે વિવેકાનંદ સોસાયટી સામે રહેતા યુવાનના ભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને તેના ઘર પાસે આવીને ફરિયાદી યુવાન સાથે ઝઘડો કરી ગાળો આપીને તેની સામે બંદૂક ટાંકી હતી અને બાદમાં હવામાન ત્રણ ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં એક શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટી સામે દોશી કોલેજના ખૂણા પાસે રહેતા મહેશભાઈ કાનાભાઈ ગોલતર જાતે ભરવાડ (૩૦) એ સત્તુભા દરબાર રહે વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે તેના ભાઈ સાથે આરોપીને બોલાચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપી તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી ઝઘડો કરી તેને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના પેટના નેફામાં રહેલ બંદુક કાઢીને ફરિયાદી યુવાન સામે બંદૂક ટાંકી તેને મૃત્યુનો ભાઈ બતાવ્યો હતો અને મારી નાખવાના ઇરાદે હવામાં ત્રણ ફાયરિંગ કર્યા હતા અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા અને સેન્ટીંગનું મજૂરી કામ કરતા સંજયભાઈ ભલાભાઇ ચાવડા (૩૭)એ ટ્રક નં જીજે ૩ ૮૮૦૩ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓ હડમતીયા ગામથી લજાઈ તરફ જતા રસ્તા ઉપર મુક્તિધામ પાસેથી પોતાનુ બાઈક લઈને જતા હતા ત્યારે તેના બાઈક નંબર જીજે ૩ ડીજે ૨૯૨૫ ને ટ્રક ચાલકે હડફેટ લીધું હતું જેથી કરીને બાઇકમાં નુકસાની થયેલ છે અને ફરિયાદી યુવાનને ભાગે ઇજા થયેલ છે અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ ટ્રક ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News