મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ડુપ્લીકેટ બીયારણ-ખાતર-જંતુનાશકોનું વહેચાણ થઇ રહ્યું હોય પગલાલેવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ


SHARE









મોરબીમાં ડુપ્લીકેટ બીયારણ-ખાતર-જંતુનાશકોનું વહેચાણ થઇ રહ્યું હોય પગલાલેવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખેતીવાડી અધિકારીને તેમજ ખોરાક અને ઔષધ નિયમન અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે કલેકટરને લિખિત રજૂઆત કરીને જિલ્લામાં વેચાતા નકલી બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદરો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓનું મોરબીમાં વહેચાણ થઇ રહયું છે હવે વરસાદની સીઝન શરૂ થશે ખેડૂતોને ખેતી માટે જરૂર પડશે અને દર વરસે ખેડૂતોના પાકને નુકશાન થાય છે આવા નકલી બીયારણ અને ખાતરને કારણે ખેડૂતોને શોષવુ પડે છે માટે વર્ષ આખાની ખેડૂતની મહેનત એળે ન જાય તે માટે અત્યારથી તપાસ કરવી જોઇએ સાથે સાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયારણ, ખાતરને કારણે ખેડુતોએ શોષવુ ન પડે તે માટે તેમજ ખેડુતની વર્ષ આખાની ખેડુતની મહેનત એળે ન જાય તે માટે અત્યારથી તપાસ કરવી જોઇએ.સાથેસાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયરાણ, ખાતર અને જંતુનાશક દવાની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ ખેડૂતો પણ કોઇપણ વસ્તુની ખરીદી કરે તો વેપારી પાસેથી બીલ લેવાનો આગ્રહ રાખે વેપારીએ બીલ આપવુ જરૂરી છે અને ગ્રાહકે બીલ લેવુ જરૂરી છે.આગામી સીઝનમાં ખેડૂતો છેતરાઇ નહી તે બાબતે નબળી ગુણવતા વાળી દવા-ખાતર-બીયારણની તપાસ કરવી જરૂરી છે.તેમ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.




Latest News