મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામની ખેતી જમીનની અપીલમાં આપ્યો દાખલારૂપ ચુકાદો


SHARE









મોરબીના પંચાસર ગામની ખેતી જમીનની અપીલમાં આપ્યો દાખલારૂપ ચુકાદો

મોરબી તાલુકાનાં પંચાસર ગામના બે ખાતેદારો દ્વારા ખેતીની સર્વે નાં.૧૦૯ ની જમીન બાબતે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી હતી જેમાં પ્રાંત અધિકારી બંન્ને અપીલો સંલગ્ન હોવાથી તે અપીલોમા પડેલ પુરાવાનુ યોગ્ય કાયદાકીય મુલ્યાંકન કરીને નોંધ નંબર ૨૯૦૯, ૨૯૦૯ રદ કરવા હુકમ કરેલ છે

મોરબી તાલુકાના પંચાસર ગામની સીમના રે.સ.નં. ૧૦૯ ની ખેતીની જમીનના ખાતેદાર કંચનબેન વાલજીભાઈ કાનાણી વિગેરેએ રેવન્યુ રેકર્ડમા ગે૨કાયદેસ૨ની નોંધ નાં. ૨૯૦૮ તથા ૨૯૦૯ રદ કરવા અને સ્વ.ઉજીબેન વેલાભાઈના વારસદારોની વારસાઈ નોંધ કરી આપવા સંબંધેની રેવન્યુ અપીલ નં.૨૧/૨૦૨૩ થી પ્રાંત અધિકારી મોરબીમા દાખલ કરેલ હતી તેના અનુસંધાને પંચાસર ગામના નરેશભાઈ વશરામભાઈ પટેલ વિગેરેએ સ.નં.૭૫૦ તે સ.નં. ૧૦૯ છે તેવી તકરાર લઈને સ.નં.૭૫૦ ને લગત ઉતરોતર નોંધ નં.૧૪૧૮, ૨૧૪૦, ૨૬૩૨ ૩૮૭૪,૫૧૮૮ મા રે.સ.નં.૭૫૦ લખાયેલ છે તેના બદલે ખરો અને સાચો સ.નં. ૧૦૯ છે તે મુજબ સુધારો કરવા અને તેનુ માપ એકર ૫-૦૫ ગુઠા મુજબનો સુધારો ક૨વા સબબની અપીલ તેઓએ કંચનબેન વાલજીભાઈ પટેલ સામે મોરબીની પ્રાંત કચેરીમાં અપીલ નં.૨૪ ૨૦૨૩ થી દાખલ કરેલ હતી જે બંન્ને અપીલો સંલગ્ન હોવાથી તે અપીલોમા પડેલ પુરાવાનુ યોગ્ય કાયદાકીય મુલ્યાંકન કરીને પ્રાંત અધીકારી મોરબીએ સ.નં. ૩૦૩૦ કાયમ રાખવા અને નોંધ નાં. ૨૯૦૯, ૨૯૦૯ રદ કરવા હુકમ કરી નરેશભાઈ વશરામભાઈ પટેલ વિગેરેની અપીલ નાં.૨૪ ૨૦૨૩ ની સમય મર્યાદાના મુદ્દે અને કાર્યક્ષેત્રના મુદ્દે રદ કરતો હુકમ કરેલ છે આ ઉપરોકત બંન્ને અપીલોના કામે કંચનબેન વાલજીભાઈ પટેલ તથા પંચાસર ગામના શીવજીભાઈ વેલાભાઈ કાનાણી વિગેરેના વકીલ તરીકે મોરબીના એડવોકેટ ભાવેશભાઈ ડી.ફુલતરીયા તથા રાજેશભાઈ જે. જોષી રોકાયેલા હતા.




Latest News