મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલ ચોરીના ગુનામાં વૃદ્ધાની ધરપકડ


SHARE









Himanshu Bhatt <hb9662038298@gmail.com>

11:06 (0 minutes ago)

 

to sanj

મોરબીમાં મોબાઈલ ચોરીના ગુનામાં વૃદ્ધાની ધરપકડ

મોરબીના સામાકાંઠે આવેલ સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી થોડા સમય પહેલા મોબાઇલની ચોરી થઈ હતી જેના સંદર્ભે ભોગ બનેલ ફરિયાદી દ્વારા ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હતી અને તે અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને ચોરાઉ મોબાઇલ સાથે હાલમાં એક ભરવાડ વૃદ્ધાને પકડી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફના ભગવાનભાઈ ખટાણા દ્વારા હીરીબેન પરબતભાઈ ટોયટા જાતે ભરવાડ (ઉમર ૬૦) રહે.બાદનપર (આમરણ) તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવી હતી.મહેન્દ્રનગર ગામ નજીક થયેલ મોબાઈલ ચોરીના ગુનામાં તેઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ભગવાનભાઈ ખટાણાએ જણાવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા ધર્મેશ વાલજીભાઈ અંબાલીયા નામના ૨૮ વર્ષના યુવાનને તેના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને હોસ્પિટલ તરફથી સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે મારામારીનો બીજો બનાવ મકનસર ગામે બન્યો હતો જેમાં આસિફ મુબારકભાઈ મકરાણી નામના ૨૬ વર્ષના યુવાનને ગામની અંદર થયેલ મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો જેના પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ એન.જે.ખડિયા દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર ઘુંટુ ગામની પાસે આવેલા હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા મીત અશોકભાઈ નામના ૩૧ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસે નિવેદન લેતા સામે આવ્યુ હતુ કે મીત બાઇક લઈને જતો હતો ત્યારે મોરબીના હળવદ રોડ ઉપર રામકો વિલેજ નજીક તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જેના લીધે તેને ઈજા પહોંચી હતી હાલ તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા આ સંદર્ભે વધુ તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબી નજીકના થોરાળા ગામના પાટીયા પાસે બન્યો હતો જ્યાં વાહન અકસ્માતમાં ઇજા પામેલા અખિલેશ રામકિશોર પાલ (ઉંમર ૨૨) રહે.હાલ મોરબી વાળાને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ દ્વારા નોંધ કરીને અકસ્માત બનાવની આગળની વધુ તપાસ ચલાવામાં આવી રહી છે.




Latest News