મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં યોગ્ય માવજત થકી કપાસના પાકમાં થતા રોગ નિવારી શકાય


SHARE









મોરબી જીલ્લામાં યોગ્ય માવજત થકી કપાસના પાકમાં થતા રોગ નિવારી શકાય

કપાસની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી સમયે યોગ્ય પગલાં લેવા વીશે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જે મુજબ અગાઉ પાક પુરો થઇ ગયા બાદ કપાસનાં ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળી અને જીંડવા ભેગા કરી નાશ કરવો. શકય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ કોશેટા નાશ પામે છે. જીવાત પ્રતિકારક જાતોમાં જીવાતોનો ઉ૫દ્રવ ઓછો લાગતો હોવાથી દવા છંટકાવ અને અન્ય ખર્ચ બચે છે અને ૫ર્યાવરણને નુકસાન કર્યા વિના વધુ ઉત્પાદન મેળવી શકાય છે. કપાસની બીટી જાતોનું વાવેતર કરતા હોય તો સરકાર માન્ય તથા પેક-ટીનમાં બિયારણ ખરીદીને તેમાં દર્શાવેલ માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું. અધિકૃત/માન્ય બીટી કપાસની સંકર જાતોનું બિયારણ ખરીદવું.

ભારત સરકાર દ્વારા માન્ય થયેલ અને ગુજરાત રાજ્યમાં થયેલ ચકાસણીના પરિણામોનાં આધારે રાજ્યમાં વાવેતર માટે રજીસ્ટર્ડ થયેલ બીટી સંકર જાતોનું વાવેતર કરવું. ભારત સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ બીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા બીટી કપાસનાં બિયારણ (૪૭૫ગ્રામ)માં જ ૫% નોન બીટી (રેફ્યુજીયા) બિયારણને મિશ્ર પેકેટ તૈયાર કરી આપવામાં આવે છે જેનું વાવેતર કરવાની ભલામણ છે. કપાસમાં ગુલાબી ઇયળનાં આક્રમણથી બચવા માટે પ્રથમ સારા વરસાદે વાવેતર કરવું. કપાસનું વાવેતર શક્ય તેટલું વહેલા કરવાથી ચૂસીયાં પ્રકારની જીવાતોનું આક્રમણ ઓછું જોવા મળે છે. કપાસનાં ખેતરમાં મકાઇની છાંટ નાખવાથી જીવાતના કુદરતી નિયંત્રકોની વૃધ્ધિમાં વધારો થાય છે. ખેતરની એક બાજુ ૧ કે ૨ ગૂંઠામાં પરજીવી-પરભક્ષી કીટકો માટેનું અભયારણ્ય (એન્ટોમોફેઝ પાર્ક) બનાવવું. લશ્કરી ઈયળની માદા ફૂદી કપાસ કરતા દિવેલાનાં પાન પર ઈંડા મુકવા વધુ ૫સંદ કરતી હોવાથી કપાસના પાક ફરતે દિવેલાની વાવણી કરવી. કપાસના ખેતરની ફરતે ગલગોટાની વાવણી કરવાથી લીલી ઈયળનુ ફૂદુ ગલગોટાના ફૂલ તરફ આકર્ષિત થાય છે અને ફૂલ ૫ર પોતાના ઈંડા મૂકે છે. ગલગોટાનાં ફૂલને ઈંડા તથા ઈયળ સહિત તોડી લેવાથી ઈયળથી થતુ નુકસાન કાબુમાં રાખી શકાય છે.




Latest News