મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં શેમ્પુ પી જતા યુવાન સારવારમાં


SHARE









મોરબીમાં શેમ્પુ પી જતા યુવાન સારવારમાં

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં આવેલ શુભ ટાવરમાં દાદાને ત્યાં લગ્ન પ્રસંગમાં આવેલ ક્રિસ મહેન્દ્ર પટેલ (૨૦) નામના યુવાનને સારવાર માટે મંગલમ હોસ્પિટલ ખસેડાયો હતો.બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે, ક્રિસ મહેન્દ્રભાઇ પટેલ (ઉમર ૨૦) રહે.ભગતનગર સુરત વાળો લગ્નપ્રસંગે મોરબી તેના દાદાને ત્યાં આવ્યો હતો અને મોડી રાતના એકાદ વાગ્યે ઊંઘમાં ભૂલથી બાથરૂમમાં પડેલ શેમ્પુ પી જતાં તેને અસર થઈ હતી જેના લીધે તેને સારવાર ખસેડવામાં આવ્યો હતો..!

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાઇપાસ ઉપર આનંદનગર નજીકની ખોજા સોસાયટીમાં રહેતા ફિરોજ સબીરભાઈ મકરાણી નામના ૩૩ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં સામે આવ્યું હતું કે ફિરોજ મકરાણીએ ફિનાઈલ તેમજ બીક્સ લખેલા છ જેટલા ટીકળા એકીસાથે ખાઈ લીધા હતા જેના પગલે તેને અસર થતા સારવારમાં ખસેડાયો હતો.

ઉંચી માંડલ અકસ્માત

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસેના નેક્સીઓન સીરામીકની પાસે વાહન અકસ્માત થયો હતો.જેમાં ઇજાગ્રસ્ત રજનીશ ગોપાલભાઈ ખરા (ઉંમર ૨૩) રહે.જાંબુડીયા તા.જી.મોરબીને ઇજા થતા ૧૦૮ વડે સારવારમાં લઇ જવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હોય સારવાર કર્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે રજનીશ ખરા બાઇક લઈને જતો હતો ત્યારે ઊંચી માંડલ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પહોંચતા તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો.




Latest News