મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી: માનસિક બિમાર-બહેરાશ ધરાવતા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન


SHARE









મોરબી: માનસિક બિમાર-બહેરાશ ધરાવતા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન

મોરબીમાં માનસિક બિમાર અને બહેરાશ ધરાવતા ૭૭ વર્ષના વૃદ્ધ મહિલા જેશર, જિલ્લો ભાવનગરથી ગત તા. ૬ જૂનના રોજ મોરબી આવી ગયા હતા. રાત્રે ૮ કલાકે મોરબી બસ સ્ટેન્ડથી મળી આવતા ૧૮૧ મારફતે સખી વન સ્ટોપ મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે વૃદ્ધા અંબાબેન ચૌહાણનું કાઉન્સિલીંગ કરાતા તેઓ સાંભળી શકતા નથી તેવી ખબર પડી હતી.પરંતુ વૃદ્ધાને વારંવાર કાઉન્સિલીંગ કરતાં તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓને ૨ દીકરા છે જે સુરત ખાતે રહે છે. એલ્ડર હેલ્પલાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા તેમના દીકરાઓનો સંપર્ક કરી તેમને બોલાવવામાં આવ્યા હતા. જે અન્વયે આજરોજ તા. ૮/૬/૨૦૨૩ ના રોજ સવારે  મહિલા SHE team અને સખી વન સ્ટોપ સેન્ટર-મોરબીને સાથે રાખી વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારે સૌનો આભાર માન્યો હતો




Latest News