મોરબી સભારાવાડી શાળા-એસ.એમ.સી. દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું કરાયું સન્માન
વાંકાનેરના લૂણસર ગામે બે મકાનના તાળાં તોડતા તસ્કરો
SHARE









વાંકાનેરના લૂણસર ગામે બે મકાનના તાળાં તોડતા તસ્કરો
વાંકાનેર તાલુકાના લૂણસર ગામે બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જોકે બંને મકાનમાંથી તસ્કરોને કોઈ મોટો દલ્લો હાથ લાગેલ નથી તેવું હાલમાં ગ્રામસભાનો પાસેથી જાણવા મળી રહ્યું છે અને અગાઉ પણ આ ગામની આસપાસના તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે
જાણવા મળતી માહિતી મુજબ જિલ્લાની અંદર ચોરીની ઘટના હવે સામાન્ય બનતી હોય તેમ અવારનવાર બાઈક ચોરી અને ઘરફોડ ચોરીઓના બનાવો બનતાં હોય છે ત્યારે વાંકાનેર તાલુકાના લૂણસર ગામે બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને ઘરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે બંને ઘરમાંથી કોઈ મોટો મુદ્દામાલ તેના હાથમાં આવ્યો નથી તેવું ચર્ચાઇ રહ્યુ છે આ ગામના લોકોના કહેવા મુજબ ચહર ભાઈ હરખજીભાઈ વસિયાણીના ઘરે તાળું તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટના તોડ્યા હતા જોકે ત્યાંથી કોઈ મોટો દલ્લો હાથ લાગ્યો ન હતો જેથી કરીને તેની પાડોશમાં રહેતા રમેશભાઇ ડોક્ટરના ઘરે પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે આ બંને ઘરમાંથી કોઈ મોટો દલ્લો તસ્કરોના હાથમાં આવેલ નથી અને તસ્કરોને ફોગટ ફેરો થયો હઓય તેવો ઘાટ સર્જાયો હતો જો કે, ચોરી અને ચોરીના પ્રયાસો અવારનવાર કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે
