વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેરના માટેલ વીરપર રોડ વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ


SHARE







વાંકાનેરના માટેલ વીરપર રોડ વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ

વાંકાનેર તાલુકામાં માટેલ વીરપર રોડ ઉપર આવેલ વાડીએ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દારૂ બનાવવા માટેનો આથો, તૈયાર દારૂ અને અન્ય સાધન સામગ્રી ક્યાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં ત્યાંથી ૨૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને દેશી દારૂની ભઠ્ઠી ચલાવનારાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ વિરપર રોડ ઉપર અરમાનો સીરામીકની પાછળના ભાગમાં વિરપર ગામે રહેતા રસિકભાઈ ગાંડુભાઇ રીબડીયાની વાડી આવેલ છે જે વાડીએ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળી હતી જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૩૦ લીટર ઠંડો અને ગરમ દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટે થઈને વપરાતો ૧૦૦૦ લિટર આથો મળી આવ્યો હતો અને અન્ય સાધનો મળી આવતા પોલીસે ત્યાંથી ૨૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કામગીરી હાથ ધરી છે

મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના જોધપર(ખારી) ગામમાં રહેતા પ્રભાબેન મોહનભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૪૨) નું કુદરતી રીતે પોતાના ઘરે મૃત્યુ થયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News