મોરબીના ટિંબડી પાટિયા પાસે બોગસ સિક્યુરીટી ચલાવતો શખ્સ ઝડપાયો
મોરબી સભારાવાડી શાળા-એસ.એમ.સી. દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું કરાયું સન્માન
SHARE









મોરબી સભારાવાડી શાળા-એસ.એમ.સી. દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું કરાયું સન્માન
મોરબીની શ્રી સભારાવાડી પ્રા.શાળાના શિક્ષક જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે સભારાવાડી શાળા પરિવાર અને એસ.એમ.સી. કમીટી દ્રારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વિજયભાઈ દલસાણીયાનું શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા, જયેશભાઇ બાવરવા. સીઆરસી કો-ઓર્ડિનેટર બાબુલાલ દેકાવડિયા, ડો.અમૃતલાલ કાંજીયા, અશ્વિન કંઝારીયા, સોનલ અંબારામભાઈ, શિતલ અંબારામભાઈ, ગૌતમ ગોવિંદભાઇ અને વિદ્યાર્થીઓ તથા ગોકુળનગરના આચાર્ય વિનોદભાઈ ગોધાણી તથા સંધના પ્રતિનિધિ નિતેશભાઈ રંગપડિયા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચુનિલાલ પરમાર, અંબારામભાઈ કવાડિયા, મગનભાઈ મોરડિયા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ બળદેવભાઈ મેરજા, રાજેશભાઈ કંઝારીયા તથા આંબાવાડી તાલુકા શાળા આચાર્ય તથા પેટા શાળાના આચાર્યઓએ હાજરી આપી હતી. આ તકે એસ.એમ.સી.ના અધ્યક્ષ મૂળજીભાઈ પરમાર, સભ્યઓ અંબારામભાઈ હડિયલ, નાનજીભાઈ ડાભી, ગોવિંદભાઇ પરમાર, લાલજીભાઇ કંઝારીયા તથા તમામ વાલીઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન જયંતીભાઈ કોટડિયાએ કર્યુ હતું
