વાંકાનેરના માટેલ વીરપર રોડ વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ
મોરબીના સાદુળકા ગામે “મારી સામે ડોળા કેમ કાઢે છે” કહીને યુવાનને કુહાડીનો ઘા ઝીકનારા કૌટુંબિક ભાઇ સામે નોંધાયો ગુનો
SHARE
મોરબીના સાદુળકા ગામે “મારી સામે ડોળા કેમ કાઢે છે” કહીને યુવાનને કુહાડીનો ઘા ઝીકનારા કૌટુંબિક ભાઇ સામે નોંધાયો ગુનો
મોરબી નજીકના સાદુળકા ગામે રહેતા યુવાને તેના કૌટુંબિક ભાઇએ થોડા દિવસો પહેલાં “મારી સામે ડોળા કેમ કાઢે છે” કહીને માથામાં કુહાડીનો ઘા માર્યો હતો જેથી કોઇને ઇજા થતા યુવાનને પ્રથમ મોરબી સિવિલ અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ઇજા પામેલા યુવાને તેના કૌટુંબિક ભાઇ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ મોરબી તાલુકાના આમરણ પાસે આવેલ ખારચિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના સાદુળકા ગામે રહેતા શિવલાલભાઈ દિનેશભાઈ સુરેલા જાતે કોળી (ઉંમર ૨૫) ને તેના કૌટુંબિક ભાઇ પ્રભુભાઈ બાબુભાઈએ થોડા દિવસો પેહલા માથામાં કુહાડીનો ઘા ઝીકયો હતો જેથી શિવલાલભાઈને માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતો અને આ બનાવ હાલમાં શિવલાલભાઈએ મોરબી તાલુક પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા નામના તેના કૌટુંબિક ભાઈએ “મારી સામે ડોળા કેમ કાઢે છે” તેમ કહીને માથામાં કુહાડી મરેલ હતી જેથી પોલીસે બનાવની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









