મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધાના વિજેતા બાળકોને કરાયા સન્માનીત
SHARE
મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધાના વિજેતા બાળકોને કરાયા સન્માનીત
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા જન્માષ્ટમિના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ડીઝીટલ રાધા કૃષ્ણ સ્પર્ધાનુ સોશિયલ મિડીયાના માધ્યમથી આયોજન કરવામા આવેલ હતુ. જેમા ૧૫૦ થી વધુ બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી ૨૫ જેટલા બાળકોને અલગ-અલગ કેટેગરી અનુસાર વિજેતા જાહેર કરવામા આવ્યા હતા. તે બાળકોના ઈનામ વિતરણ તથા સન્માન સમારોહનુ મોરબી જલારામ મંદિર ખાતે આયોજન કરવામા આવેલ હતુ. જેમા દરેક વિજેતા બાળકોને સર્ટીફિકેટ તેમજ ઈનામ અર્પણ કરવામા આવ્યુ હતુ. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી. રામાવત, શહેર અધ્યક્ષ ભાવીન ઘેલાણી, ઉપાધ્યક્ષ હીતેશ જાની, પોલાભાઈ પટેલ, મનિષ પટેલ, મંત્રી નિર્મિત કક્કડ, આર.એસ.એસ. અગ્રણી ભીમજીભાઈ ભાલોડીયા, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), કીશોરભાઈ ચંડીભમર સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા