મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધાના વિજેતા બાળકોને કરાયા સન્માનીત
મોરબીના રવાપર ઘૂનડા રોડે આવેલ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
SHARE
મોરબીના રવાપર ઘૂનડા રોડે આવેલ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
મોરબી લાઇન્સ ક્લબ દ્વારા ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર PMJF લાઇન્સ વસંતભાઈ મોવલિયા હાજર રહ્યા હતા અને મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો હતો જેમાં સંસ્થાના તમામ શિક્ષકોએ ભાગ લીધો હતો આ સેશન પૂરું થયા પછી ન્યૂ એરા સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ન્યૂ એરા સ્કૂલના ટ્રસ્ટી હાર્દિકભાઇ પડલિયા સહિતનાઓ સાથે આગામી સ્કૂલ લેવલના પ્રોજેક્ટ માટે મિટિંગ યોજીને “ચાઇ પે ચર્ચા” કરી હતી અને બાદમાં સિનિયર મેમ્બર્સને ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા પિન પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં ચંદ્રકાંત દફતરી, મોરબી લાયન્સ ક્લબ નઝરબાગના પ્રમુખ ડો. પ્રેયશ પડયા, સૌરાષ્ટ્રના લાયન્સના રીજીયન ચેરમેન રમેશ રૂપાલા, મોરબી ઝોનના ચેરમેન તુષાર દફતરી, ડૉ.રવીન્દ્ર ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહયા હતા