મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલી ગામ પાસેથી દેશી તમંચા સાથે યુવાન ઝડપાયો


SHARE

















વાંકાનેરના જાલી ગામ પાસેથી દેશી તમંચા સાથે યુવાન ઝડપાયો

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાનાં જાલી ગામનાં બસ સ્ટોપ પાસેથી દેશી તમંચો અને કારતૂસ સાથે કારમાં આવી રહેલ યુવાનને વાંકાનેર શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

આધારભૂત પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ ડી. સ્ટાફ ગઈ કાલે રાત્રે પેટ્રોલીંગમાં હતો એ દરમ્યાન એ.એસ.આઈ. હીરાભાઈ મઠીયા અને હરપાલસિંહ પરમારને મળેલ બાતમીનાં આધારે પોલીસ સ્ટાફ વાંકાનેર તાલુકાનાં જાલી ગામ ખાતે દોડી ગયા હતાં, જાલીનાં બસ સ્ટોપ પાસે સફેદ રંગની આઈ ટ્વેન્ટી કાર નં. જી. જે. O3  જે. સી. 5544 ની તલાશી લેતાં તેમાંથી દેશી   તમંચો અને બે કારતૂસ સાથે આરોપી શૈલેષ રાજા સિહોરા(કોળી) ઉ. વ. 24 રહે. કોરડા, તા. ચૂડા, જિ. સુરેન્દ્રનગરને ઝડપી લેવામાં આવ્યો હતો, અને આ બાબતે પોલીસ દ્વારા આ યુવાનની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે પોતાની પત્ની પોતાના પુત્રને લઈને વાંકાનેરનાં હસનપર ખાતે રિસામણે હોય તે ત્યાં જઈ રહ્યો હતો, ત્યારે આ યુવાન કોઈ ગુન્હાને અંજામ આપે તે પહેલાં જ વાંકાનેર શહેર પોલીસ ડી. સ્ટાફનાં હીરાભાઈ મઠીયા અને હરપાલસિંહ પરમાર સહિતના સ્ટાફે તેને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.




Latest News