હળવદના મંગળપુર ગામની એક દીકરી અને ત્રણ દિકરાઓએ કુસ્તીમાં નેપાળમાં હરીફોને ધૂળ ચટાડી
SHARE









હળવદના મંગળપુર ગામની એક દીકરી અને ત્રણ દિકરાઓએ કુસ્તીમાં નેપાળમાં હરીફોને ધૂળ ચટાડી
બળદેવ ભરવાડ દ્વારા, હળવદ તાલુકાના નાના એવા મંગળપુર ગામની દીકરી અને ત્રણ દીકરાએ કુસ્તી સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે
થોડા દિવસ પહેલાં જ હળવદ તાલુકાના મંગળપુર ગામના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ મેળવ્યા હતા આજ ખેલાડીઓએ તાજેતરમાં જ નેપાળ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વિદેશની ધરતી ઉપર પણ હરીફોને ધૂળ ચટાડી નાના એવા મંગળપુર ગામની અલ્પાબેન બીજલભાઇ કુડેચા,ગોપાલભાઈ કેશાભાઈ સાપરા,ગેલાભાઈ લક્ષ્મણભાઈ ગોલતર અને સાગરભાઈ બીજલભાઈ કુડેચાએ ગોલ્ડ મેડલ મેળવી દેશનું તેમજ રાજ્યનું અને જિલ્લાનું નામ રોશન કર્યું છે
