મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સાથેના પરીસંવાદ યોજાયો
વાંકાનેરનો જળસ્ત્રોત મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી
SHARE
વાંકાનેરનો જળસ્ત્રોત મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર પંથકનાં જળસ્ત્રોત મચ્છુ-૧ ડેમમાં ગત રાત્રીનાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થતાં ઓવર ફ્લો થવામાં માત્ર બે ફુટ દૂર છે.
હવામાન વિભાગ ધ્વારા મોરબી જીલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગત રાત્રે ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં જાલસિકા પાસે આવેલ મચ્છુ-૧ ડેમમાં પાણીની આવક થઈ છે ત્યારે ૪૯ ફૂટની ઊંડાઈ ધરાવતા આ ડેમમાં આજે સવારે ૪૭ ફૂટ વોટર લેવલ નોંધાયું હતું અને હજુ પણ પાણીની આવક ચાલુ હોય ડેમ ઓવરફલો થવામાં હવે માત્ર બે ફુટ છેટું રહ્યું છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા નદીનાં વિસ્તારમાં અવર જવર ન કરવા સંબંધિત ગ્રામ્ય વિસ્તારોમાં સૂચના આપવામાં આવી છે, જોકે વાંકાનેર શહેર વિસ્તારમાં ગત રાત્રે માત્ર ૧૪ મી.મી વરસાદ નોંધાયો છે અને આ મૌસમનો કુલ ૪૯૭ મી.મી વરસાદ નોંધાયો છે ત્યારે ડેમનાં ઉપરવાસ વિસ્તારમાં સારા વરસાદ થી મચ્છુ-૧ ડેમ ઓવર ફ્લો થવામાં માત્ર બે ફૂટ બાકી હોય વાંકાનેર પંથકમાં હરખની હેલી ઉઠી છે.