મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સાથેના પરીસંવાદ યોજાયો
SHARE
મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સાથેના પરીસંવાદ યોજાયો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી ખાતે વૈજ્ઞાનિક અને ખેડૂત સાથેના પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું આ તકે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય કેબિનેટ કૃષિ મંત્રી તોમરના જીવંત પ્રસારણ દરમિયાન ઋતુગત બદલાવ સામે ટકી શકે તેવી જુદા જુદા પાકોની ૩૫ જાતો દેશને સમર્પિત કરી હતી અને પ્રધાનમંત્રીએ જીવંત પ્રસારણ દરમિયાન ખેડૂતો સાથે વાતચીત કરી હતી જેમાં જમ્મુ-કાશ્મીરના જેતુંન બેગમ કે જેને વાતાવરણમાં બદલાવ સામે દ્રાક્ષ અને સફરજનની સફળતા પૂર્વક ખેતી કેવી રીતે કરે છે તે જણાવેલ આમ છેલ્લા છ સાત વર્ષમાં ખેડૂત વિજ્ઞાનનો ઉપયોગ કરી ખેતી કરતો થયો છે તેવું સ્પષ્ટ દેખાય છે. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂત મિત્રોએ ભાગ લીધો હતો.