મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અઢાર હજાર કિશોરીઓએ “હેન્ડવોશિંગ હરીફાઈ” માં ભાગ લીધો


SHARE











મોરબી જિલ્લામાં અઢાર હજાર કિશોરીઓએ “હેન્ડવોશિંગ હરીફાઈમાં ભાગ લીધો

આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડી કેન્દ્ર ખાતે મહિનાના આ માસના ચોથા મંગળવાર અંતર્ગત પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. વાર્ષિક પૂર્ણા કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર-૨૦૨૧ ની થીમ હેન્ડવોશિંગ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું જેમાં SAG યોજના અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી નોંધાયેલ કિશોરી તથા PURNA યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી તથા શાળાએ ન જતી મોરબી જિલ્લાની નોંધાયેલ તમામ ૧૮ હજાર જેટલી કિશોરીઓએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો.

આ ઉજવણી અંતર્ગત કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાને રાખીને મોરબી જિલ્લાની મોરબી ઘટક-૨ ની પોલીસ લાઈન આંગણવાડી કેન્દ્ર પર લાભાર્થી કિશોરીઓના હેન્ડવોશિંગ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ભાવનાબેન ચારોલા દ્વારા કિશોરીઓને આંગણવાડી પર આપવામાં આવતા પૂર્ણા શક્તિના પેકેટની ઉપયોગીતા તથા તેમાં મળતા પોષક તત્વો અંગે સમજણ આપવામાં આવી. કિશોરી આ પૂર્ણા શક્તિ ના પેકેટ માંથી રોજીંદા ખોરાકમાં ૧૪૫ ગ્રામ આરોગે તે અંગે કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. ડીસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટશ્રી મયુરભાઈ જી. સોલંકી દ્વારા ઉપસ્થિત કિશોરીઓને હાથ ધોવાના ફાયદા, હાથ ધોવાની સાચી પદ્ધતિ તેમજ હાથ ક્યારે ધોવા તેની જાણકારી આંગણવાડી કેન્દ્ર પર આપવામાં આવ્યું હતું. સબલા કીટ દ્વારા નિદર્શન કરાવી વિજેતા કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું. આ કાર્યકમને સફળ બનાવવા ઘૂંટુ સેજાના મુખ્ય સેવીકા શારદાબેન ગામી તથા સેજાના આંગણવાડી કાર્યકારોએ જહેમત ઉઠાવી હતી. તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે






Latest News