હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

હળવદના કડીયાણાથી માથક જવાના રસ્તે બાઈકના સ્ટેરિંગનો કાબૂ ગુમાવતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









હળવદના કડીયાણાથી માથક જવાના રસ્તે બાઈકના સ્ટેરિંગનો કાબૂ ગુમાવતાં ઇજા પામેલા યુવાનનું મોત

હળવદ તાલુકાના કડીયાણાથી માથક જવાના રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતા યુવાને પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને તે બાઈક ઉપરથી નીચે પડતા માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નિપજાયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા રતાભાઇ ગોરધનભાઈ દલસાણીયા જાતે કોળી (૩૫) પોતાનું બાઈક નં જીજે ૬ એકે ૦૬૭૪ લઈને હળવદ તાલુકાના કડિયાણાથી માથક તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને તે બાઈક ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી રતાભાઈ દલસાણીયાનું મોત નીપજ્યું હતું આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈ ભરતભાઈ ગોરધનભાઈ દલસાણીયા જાતે કોળી (૪૦) રહે. રણછોડગઢ વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News