મોરબી પોલીસે ગુજસીટોકના ગુનામાં આરીફ મીરની ગેંગના વધુ બે સાગરીતોની કરી ધરપકડ
વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવાની માંગ
SHARE
વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવાની માંગ
ચાલુ વર્ષ વાંકાનેર તાલુકામાં પડેલા વરસાદના લીધે અતિવૃષ્ટિ જેવો ઘાટ સર્જાયો છે અને તેના લીધે વાંકાનેરના ખેડૂતોના પાકને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને નુકશાનનું વળતર આપવામાં આવે તેવી વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા રાજકોટના સાંસદને રજૂઆત કરવામાં આવી છે
વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય જિજ્ઞાસાબેન મેર દ્વારા સાંસદ મોહનભાઈને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુલાબ વાવાઝોડાંના કારણે ગુજરાતભરમાં વરસાદ થયેલ છે ત્યારે વાંકાનેર તાલુકાના અનેક ગામમાં ખેડૂતોની ખેતપેદાશોને ખૂબ જ નુકશાન થયુ છે. અને ખાસ કરીને ચોમાસું પાક કપાસ, બાજરી, મગફળી, કઠોળ, તલ વગેરેને નુકશાન થયેલું છે. જેથી ખેડૂતોને વળતર આપવામાં આવે તે જરૂરી છે ત્યારે સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારીને યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે અને વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયલો તાલુકો જાહેર કરી ખેડૂતોને સર્વે કરાવીને યોગ્ય સહાય આપવાની માંગ કરી છે