વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવાની માંગ
વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે દુર્લભ ફૂલછોડનું રાહત દરે વેચાણ કરાયું
SHARE
વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે દુર્લભ ફૂલછોડનું રાહત દરે વેચાણ કરાયું
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાંધીજયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રી જયંતિ તથા વન્ય સપ્તાહને અનુલક્ષીને દુર્લભ મનાતા ફૂલ છોડનું પર્યાવરણ પ્રેમીઓ દ્વારા રાહત દરે વેચાણ કરવામાં આવતાં ખરીદી કરવા લોકો ઉમટયા હતાં.
ગાયત્રી શક્તિપીઠ ખાતે રવિવારે દુર્લભ પ્રજાતિનાં રોપા તથા ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવ્યું હતું, ગુલાબ, લીંબુ, ગલગોટા, રાતરાણી, જાસુદ, મોગરો,મધુનાશી, મરી, નાગરવેલ, એલોવેરા જેલ સહિત અનેક વિધ ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું પણ રાહત દરે વેચાણ કરવામાં આવતાં ખરીદી કરવા લોકો ઉમટયા હતાં, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ તથા પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતાં.