મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પોલીસે ગુજસીટોકના ગુનામાં આરીફ મીરની ગેંગના વધુ બે સાગરીતોની કરી ધરપકડ


SHARE









મોરબી પોલીસે ગુજસીટોકના ગુનામાં આરીફ મીરની ગેંગના વધુ બે સાગરીતોની કરી ધરપકડ

મોરબીમાં મમુદાઢીની હત્યા કરવાના ગુનામાં પોલીસે ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો છે ત્યાર બાદ તપાસનીશ અધિકારી દ્વારા વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં જે આરોપીઓને પકડવાં આવેલ છે તેને ભૂતકાળમાં આરીફ મીર વતી તેમજ તેની ગેંગના સભ્ય તરીકે ખુનની કોશીષ, રાયોટીંગ જેવા અલગ અલગ ગુન્હાઓ કરેલ છે.

ગઇ તા .૭/૯/૨૧ ના રોજ રાત્રીના મોરબી શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને મહમદહનીફભાઇ ઉર્ફે મમુદાઢી કાસમાણી રહે. ખાટકીવાસ મોરબી વાળાની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં મૃતકના દીકરાએ આરીફ ગુલામભાઇ મીર તથા રફીક માંડવીયા સહિત ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૨, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આજ સુધીમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કુલ ૧૧ આરોપીઓ પકડી પાડવામાં આવેલ છે. 

આ ગુનાની તપાસ દરમ્યાન આ આરોપીઓએ સંગઠીત ગુન્હા ટોળકી બનાવી ગુન્હો આચરેલ હોવાનુ તપાસનીશના ધ્યાને આવતા સંગઠીત ગુન્હા આચરતી ટોળકીનો મુખ્ય સુત્રધાર આરીફ ગુલામભાઇ ધોળા જાતે મીર રહે. મોરબી વાળો છે . આ આરીફ મીર તથા તેના સાગરીતોએ મળી મોરબી શહેરમાં ખુન, ખુનની કોશિષ, લુંટ, રાયોટીંગ, સરકારી નોકર પર હુમલો, ધાકધમકી, જમીન પચાવી પાડવા અર્થે ખોટા દસ્તાવેજો બનાવવા, ખંડણી વિગેરે ગુન્હાઓ આચરેલ છે અને મોરબી શહેરની સામાન્ય પ્રજામાં પોતાની ધાક ઉભી કરી વર્ચસ્વ જમાવી કાયદો વ્યવસ્થા તેમજ જાહેર શાંતિનો ભંગ કરી છેલ્લા દસેક વર્ષમાં દહેશતનુ વાતાવરણ ઉભુ કરેલ છે જેથી આ સંગઠીત ગુન્હા ટોળકી તથા તેના સાગરીત વિરૂધ્ધ ગુજસીટોક કાયદાની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે. 

આ ગુન્હાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ ચલાવી રહેલ છે અને ગઇકાલે આ ગુન્હામાં સંગઠીત ગુન્હા ટોળકીના વધુ ૨ સભ્યોની ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરેલ છે જેમાં રીયાજ ઇકબાલ જુણાજા રહે. કાલીકા પ્લોટ મોરબી અને મુસ્તુફા ઉર્ફે મુસ્તુ દાઉદભાઇ દાવલીયા રહે. મોરબી વાળાનો સમાવેશ થાય છે અને આ સંગઠીત ગુન્હા ટોળકી કે જેનો મુખ્ય સુત્રધાર આરીફ મીર છે તેના વતી તેમજ આ ગેંગના સભ્ય તરીકે ભુતકાળમાં ખુનની કોશીષ, રાયોટીંગ જેવા અલગ અલગ ગુન્હાઓ કરેલ છે વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કે, આ ગુજસીટોકના ગુન્હાની જેમ જેમ ઉંડાણપૂર્વક તપાસ થતી જશે અને જે જે આરોપીઓના નામ ખુલશે તેઓ વિરૂધ્ધ પણ આ કાયદાની જોગવાઇ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.




Latest News