મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવાપરા પંચાસર રોડે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા


SHARE











વાંકાનેરમાં નવાપરા પંચાસર રોડે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેરમાં નવાપરા પંચાસર રોડે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા હતા અને તેની પાસેથી પોલીસે ૨૨,૭૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી. 

પીઆઇ બી.જી સરવૈયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પ્રદીપભાઈ હેમુભાઇ બોરાણા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, અરવિંદભાઈ ધીરજભાઈ મકવાણા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, બળવંતભાઈ પ્રભુભાઈ દેગામા પ્રેટ્રોલીંગમાં હતા ત્યારે દીવ્યરાજસિંહ ઝાલા અને કૃષ્ણરાજસિહ પથ્વીરાજસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે નવાપરા પંચાસર રોડ હનુમાન મંદીર પાસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ ઈસમો જેમાં વિશાલભાઈ વિનુભાઇ દલસાણીયા જાતે કોળી, દીપકભાઈ વિનુભાઈ શંખેસરીયા જાતે કોળી, રાજેશભાઈ રાણાભાઈ ડાંગરોયા જાતે કોળી, હરેશભાઈ સોમાભાઈ બાવરીયા જાતે કોળી અને નાનજીભાઈ પ્રાગજીભાઈ પંડીત જાતે કોળી મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિયા ૨૨,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મૂળ મોટા દહીંસરાના અને હાલ મોરબીના ન્યુ ચંદ્રેશનગર સતનામનગર પાસે બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા નાગજીભાઈ કરશનભાઈ કાંજીયા પટેલ નામના ૫૬ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે શનાળા ગામ પાસેની પટેલ સમાજની વાડી નજીક બાઇક આડે અચાનર ખુંટીયો આડો ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઈજાઓ થવાથી નાગજીભાઈ કાંજીયાને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે ગંદ્રાની વાડી જય ગણેશ શોરૂમ નજીક શનાળા ગામ પાસે રહેતા મંજુબેન અનિલભાઈ નકુમ નામના ૫૭ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને શાકમાર્કેટ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા મંજુબેનને સારવારમાં ખસેડાયા હતા.

છરી વડે હુમલો


મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગરના ઢાળીયા પાસે રહેતો ગોપાલ ભીમાભાઇ સોલંકી નામનો ૨૭ વર્ષીય યુવાન માળીયાના ખારચીયા ગામની સીમમાં હતો ત્યાં કોઈ અજાણ્યા ઈસમ સાથે બોલાચાલી થતા અજાણ્યા ઇસમે તેને છરી ઝીંકી દેતા ઈજાગ્રસ્ત થયેલા ગોપાલ સોલંકીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબી નજીકના શનાળા ગામે રમેશભાઈ કાંજીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતો ટેરૂભાઈ કીટુભાઈ આદિવાસી નામનો ૩૦ વર્ષનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને પણ સારવારમાં સિવિલે લઈ જવાયો હતો.

મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના દીઘડિયા ગામે રહેતી રજીયાબેન અયુબભાઈ શેરસીયા નામની ૪૫ વર્ષીય મહિલાને મોડીરાત્રીના તેમના પતિ અયુબભાઈ અને ઇલીયાસભાઈએ કોઈ કારણોસર બોલાચાલી કર્યા બાદ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા રજીયાબેનને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા ત્યાંથી નોંધ આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
 






Latest News