મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ધીયાવડ ગામે જુગારની રેડ: મહિલા સહિત રાજકોટના સાત અને વાડીનો માલિક ઝડપાયા


SHARE











વાંકાનેરના ધીયાવડ ગામે જુગારની રેડ: મહિલા સહિત રાજકોટના સાત અને વાડીનો માલિક ઝડપાયા

વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે ઉગમણી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકકીત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીના માલિક હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ તેમજ રાજકોટની મહિલા સહિત કુલ આઠ વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૯,પ૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે ઉગમણી સીમમાં આવેલ હકાભાઇ લીંબાભાઇ ચૌહાણની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકકીત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ જાતે કોળી ઉ.૩ર રહે ધિયાવડ, અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા જાતે દરબાર ઉ.પ૦, જીજ્ઞેશભાઇ ખીમજીભાઇ વાવડીયા જાતે કોળી ઉ.ર૭, અજયભાઇ મનસુખભાઇ સોંલકી જાતે કોળી ઉ.રપ, નીલેશભાઇ જગદીશભાઇ દાણીધારીયા જાતે બાવાજી ઉ.૨૮, રાજુભાઇ ગોબરભાઇ ખસીયા જાતે કોળી ઉ.૪પ, ચીરાગભાઇ દીલીપભાઇ વ્યાસ જાતે બ્રાહ્મણ ઉ.૩૯ અને ભકિતબેન જેન્તીલાલ રાજગોર જાતે બ્રાહમણ ઉ.૪૭ રહે, તમામ રાજકોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૪૯,પ૦૦ ના મુદામાલ સાથે જુગારીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News