વાંકાનેરના ધીયાવડ ગામે જુગારની રેડ: મહિલા સહિત રાજકોટના સાત અને વાડીનો માલિક ઝડપાયા
મોરબીનાં બગથળા ગામે કરિયાણાની દુકાનમાથી તેલ, સીગરેટ, રોકડ મળી ૪૦,૩૫૦ ના મુદામાલની ચોરી
SHARE









મોરબીનાં બગથળા ગામે કરિયાણાની દુકાનમાથી તેલ, સીગરેટ, રોકડ મળી ૪૦,૩૫૦ ના મુદામાલની ચોરી
મોરબી તાલુકાનાં બગથળા અને બિલીયા ગામ વચ્ચે આવેલ શનમાર્ક પોલીપેક એલ.એલ.પી.કંપનીમા આવેલ કરીયાણાની દુકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને દુકાનમાથી તેલ, સીગરેટ, રોકડ વિગેરે મળીને ૪૦,૩૫૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા વેપારીએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિનામ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં બગથળા અને બિલીયા ગામ વચ્ચે આવેલ શનમાર્ક પોલીપેક એલ.એલ.પી.કંપનીમા બગથળા ગામે રહેતા સુરેશભાઈ મુળજીભાઈ સાંણદિયા જાતે પટેલ (ઉ.૪૫)ની શ્રી રવરાય પ્રોવિઝન સ્ટોર નામની કરીયાણાની દુકાન આવેલ છે જે દુકાનમા અજાણ્યા ચોરી ગત તા ૯/૧૦ ની રાતના સમયે ધામા નાખ્યા હતા અને દુકાનમા રાખેલ અલગ અલગ ચીજ વસ્તુ જેમા તેલની મોટી ૨૦ બોટલ, નાની ૩૦ બોટલ તથા અલગ-અલગ બ્રાંડની સિગરેટ અને ટેબલ ઉપર રાખેલ પરચુરણ ૧૫૦૦ રૂપિયાના આમ કુલ મળીને ૪૦,૩૫૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેની તેઓ જાતે તપાસ કરતાં હતા જો કે, હાલમાં તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
